27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરી

અક્ષર ચોક સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતા સંચાલકે કન્ઝ્યુમર સહિતની લોન અપાવવાની લાલચે પ્રોડક્ટ કટિંગ કરાવી લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓ મની સોલ્યુશનની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

લોન અપાવવાની લાલચે રાજીવ ચોબે નામના વ્યક્તિએ 20 થી વધુ લોકો સાથે ઠગાઈ કરતા ભોગ બનનારાઓએ અગાઉ પોલીસ મથકે ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહિ થતા સોમવારે અક્ષર ચોક પાસે સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશનની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. જોકે કોઈ હાજર ન હોય ભોગ બનનારાઓએ મીડિયા સમક્ષ ઠગાઈ કરનાર રાજીવ ચોબેનો ભાંડો ફોડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે , રાજીવ નામના વ્યક્તિએ સિગ્નેટ હબમાં મની સોલ્યુશન નામથી ઓફીસ ખોલી છે. જે લોકોને ત્વરિત લોન આપવાની લાલચ આપી હતી. અને વાઘોડિયા ચોકડી પાસે આવેલી જાસમીન મોબાઈલ શોપમાં લઈ જતો હતો. જ્યાં અમારા નામ પર મોંઘાદાટ ભાવના મોબાઈલ પર લોન લઈ અમુક રકમ જ ચૂકવતો હતો અને લાખો રૂપિયાની લોન અમારા નામે લઈ લીધી છે. ઘણા લોકોની મોબાઇલની ,ઘરની પર્સનલ લોન સહિત કન્ઝ્યુમર લોન પણ લીધી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, 20 થી વધુ લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર રાજીવ વિરેન્દ્ર ચોબે પોતે ફરિયાદી સંઘ ઓફ માનવ અધિકાર નો વાઇસ પ્રેસિડન્ટ તેમજ પોલીસ મિત્ર ન્યૂસ ચેનલનું આઈ કાર્ડ પણ ધરાવે છે. હાલ તો સિગ્નેટ હબમાં આવેલી મની સોલ્યુશન નામની ઓફિસમાં તાળા લટકેલા છે અને સંચાલકો ફરાર છે આ સમગ્ર મામલે ભોગ બનનારાઓ દ્વારા અગાઉ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ આજ દિન સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા ભોગ બનનારા લોકો મની સોલ્યુશનની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી મીડિયા સમક્ષ ન્યાય અપાવવા માંગણી કરી હતી.

Related posts

સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી

admin

વડોદરા મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, પ્રગતિ હેઠળના કામો પર ભાર

admin

નવી ભુખી કાશનું જોડાણ ના થાય તે માટે વડોદરાના નવાયાર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા સહી જુબેશ હાથ ધરવામાં આવી

admin

Leave a Comment