43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

રોજગાર કચેરી દ્વારા સંખેડા ધારાસભ્યની અધ્યક્ષતાને જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામા આવ્યો

જીલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા ધો.8 પાસ, 10 પાસ, આઈટીઆઈ,12 પાસ ,ડીપાલોમા તેમજ ગ્રેજ્યુએટ,બીઈ જેવી લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે સંખેડા ખાતે સમસ્ત તડવી સમાજની વાડી ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો. ભરતી મેળામાં છોટાઉદેપુર,વડોદરા,પંચમહાલ અને અમદાવાદ જીલ્લાના ૧૬ જેટલા નોકરીદાતા દ્વારા ૮૦૦ થી વધુ ટેકનીકલ અને નોન ટેકનીકલ જગ્યા (વેકન્સી )માટે ઈન્ટરવ્યુ લેવામા આવ્યા હતા. ભરતી મેળામાં સંખેડા વિધાનસભાના ધારસભ્ય અભેસિંહ તડવીએ વિશેષ હાજર રહીને ઉમેદવારને પ્રોત્સાહીત કર્યા હતા. તેમજ સંખેડા તાલુકા પચાયતના પ્રમુખ દિપીકાબેન તડવી, પુર્વ પ્રમુખ સંજયભાઈ દેસાઈ , સરપંચ નિતીનભાઈ શાહ, આઈટીઆઈ પ્રીન્સીપાલ મનોજભાઈ રાઠવા ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમ આયોજન માટે જીલ્લા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ અને રોજગાર કચેરીના સ્ટાફ તથા કાઉન્સેલર દ્વારા ઉમેદવારોને ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ તેમજ અગ્નીવીર તથા સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટેની ફ્રી નિવાસી તાલીમ યોજના તેમજ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ભરતી મેળામાં 632 ઉમેદવારો હાજર રહ્યા હતા. જેમાંથી 303 ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી. તેમજ 300 જેટલા ઉમેદવારો અનુબંધમ નામ નોંધણી કરાવેલ હતી. તેમજ 27 જેટલા ઉમેદવારોએ ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભર્યા હતા. એમ જણાવ્યું હતું.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત કરી

admin

NH-56 પહોળીકરણથી ખેડૂતો મુશ્કેલીમાં : પ્રોટેક્શન વોલ બનતાં ખેતરમાં જવાના રસ્તા બંધ

admin

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

admin

Leave a Comment