43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ

બોડેલી તાલુકાના આલિખેરવાં ગામની પંચાયત ખાડે ગઈ હોવાની સાબિતી વિસ્તારોમાં ઠેર ઠેર પડેલા ખાડા જ આપી રહ્યા છે. આલિખેરવાંના કેટલાય એવા વિસતારો છે. કે જ્યાં આજે પણ વિકાસના નામે મીંડું જોવાઇ રહ્યું છે.


અલીખેરવા ગામની આમ તો 10 હજાર જેટલી વસ્તી છે. અહી રહેતા લોકો પંચાયતના દરેક વેરા આપતા હોઈ છે. પરંતુ પંચાયત તરફ કેમ કેટલાક વિસાતરોના સુવિધા આપવામાં ધાંધિયા કરવામાં આવે છે. કેમ સવલતો નો અભાવ જોવાઇ રહ્યો છે. કેમ પંચાયતના હોદ્દેદારોને લોકોના આરોગ્યની ચિંતા નથી થતી. આવા અનેક સવાલો કરવામાં આવે છે. પણ જવાબ કોઈ આપવા તૈયાર નથી. આ વિસ્તાર છે. સહયોગ સોસાયટી અને સંજારી સોસાયટીનો કે જ્યાં વર્ષો થયા પણ રોડ રસ્તાનો આજે પણ અભાવ જોવાઇ રહ્યો છે. રોડ ન હોઈ ચોમાસાના સમયે કૂદકા મારી ને ખાડા માંથી પસાર થવું પડે એ સ્વભાવિક છે. પણ હવે જ્યારે વરસાદ બંધ છે. ત્યારે પણ કેમ લોકો ને તકલીફ વેઠવી પડી રહી છે. ચારો તરફ ગંદકી ના ઢગલા ચારો તરફ ખાડામાં ભરાયેલ લિલ વાળુ પાણી મચ્છરોનો તો એટલો ઉપદ્રવ છે. કે આ વિસ્તારના ધણા લોકો બીમારીમાં સપડાયા છે. કેટલાક હોસ્પિટલમાં તો કેટલાક ઘરમાં કણસી રહ્યા છે. રહીશો નું કહેવું છે કે ગટર લાઈનો તો નાખવામાં આવી નથી. પણ ખાડામાં થઈને જે પીવાના પાણીની લાઈનો પસાર થાય છે. તેને લઇ પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતા લોકો બીમાર પડી રહ્યા છે. પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવા જાય છે. તો કોઈ જવાબ મળતો નથી. એટલે સુધી કે ફોન કરવામાં આવે છે. તો ફોન પણ રિસીવ કરવામાં આવ્યો નથી. જેથી લોકોમાં તંત્રને લઇ ભારે નારાજગી જોવાઇ રહી છે. કંટાળી ગયેલા લોકોએ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સાથે તાલુકા વિકાસ અધિકારીને મળવા ગયા ગંદકીને લઇ રોગચાળો ફાટી નીકળશે. તેવી અને કેટલાક લોકો બીમારીમાં સપડાયા છે. તેવી રજૂઆત કરી જોકે તાલુકા વિકાસ અધિકારી એ તેમની વાત પણ સાંભળી છે. હવે આ સાહેબ એક્શન માં આવે છે કે કેમ તે જોવાનું થયું ખરે ખર વિકાસ ની વાતો જો કરવા માં આવતી હોઈ તો અલીખેરવા ગામ ના લોકો કેમ વિકાસ થી વંચિત છે કેમ રોડ રસ્તા ની સુવિધા થી વંચિત છે કેમ લોકોને બીમારી માં સપડ્યા છે .ખરેખર વધુ લોકો મચ્છર જન્ય રોગો અને ગંભીર બીમારી માં ન સપડાય તેની ચિંતા અને ફિકર કરે તે જરૂરી છે.

Related posts

છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે એપીએમસીમાં વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને બ્રિજ બનાવવા માટે રજૂઆત

admin

છોટાઉદેપુર વિધાનસભાની મહિલા મોરચાની બહેનો સાબરમતી ફિલ્મ જોવા વડોદરા લઇ જવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લાની બેંક ઓફ બરોડાના તમામ બ્રાન્ચ દ્વારા મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો જેમાં ૨૨૩ લાભાર્થીઓને ૧૦ કરોડ જેટલી લોન સહાય અપાઈ.

admin

Leave a Comment