સ્થાયી સમિતિ ની બેઠક માં 34 અને વધારા ના 10 કામો મળી કુળ 44 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા.જેમાંથી 40 કામો ને મંજુર કરી 2 કોમો મુલતવી કરાયા હતા જ્યારે 2 કામો નામંજૂર કરવામાં આવ્યા છે.
ખાસ કરી ને આજની આ બેઠક માં સામાન્ય વહીવટ વિભાગ ના વડોદરા મહાનગરપાલિકા ના પાણી પુરવઠા શાખા માં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર જેઓ નું ચાલુ નોકરી દરમિયાન અકસ્માતે મૃત્યુ પામેલ હતા તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારા ધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણુક આપવા તેમજ મૃતક કર્મચારીના વારસદારને ત્રણ લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવા ના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરી ની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્ત માં આવેલ બેન શાહની નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.આ સાથે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ઝુ વિભાગ, મિકેનિકલ ખાતુ પાણી પુરવઠા શાખા રેટ લાઈટ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે 40 કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે તે કામોને ના મંજૂર કરવામાં આવ્યા હતા. કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

