વડોદરા સેન્ટ્રલ જેલમાં પોસ્કો એક્ટ સજા ભોગવતા પાકા કામના કેદી સુરેશ બારીયાએ આજે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.કેદી સુરેશ બારીયાએ પોતાના બેરકની બાથરૂમમાં અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું.રાત્રીના આશરે ત્રણ થી ચાર દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે,ત્યારે સેન્ટ્રલ જેલ સત્તાધીશોએ સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

