શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ સુખધામ હવેલી ખાતે શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય પાઠ શાળામાં આવતા બાળકોનો પુષ્ટિ રાસોત્સવ ગરબા નો કાર્યક્રમ તૃતીય ગૃહાધીશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી , કાંકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય શ્રી પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી ના આશીર્વાદ દ્વારા પાઠ શાળાના શિક્ષકો દ્વારા બાળકોમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે આવતા ઉત્સવોની ઉજવણી ના ભાગરૂપે ગરબાનો સુંદર કાર્યક્રમ યોજાયો અમે કાકા મામા ના પોયરા રે એમ રમઝણીયુ, ટીમલી સ્ટેપ ગરબા રમીને ભરપૂર આનંદ લીધો. વિશાળ જન સંખ્યામાં પાઠશાળા ના બાળકો વાલીઓ માતાઓ અને શિક્ષકો અવનવા ટ્રેડિશનલ પોશાકો સાથે ગરબે ઘૂમીને નવ વિલાસ ભક્તિમાં ઓતપ્રોત જોવા મળ્યા.

