Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા નું આયોજન બરોડા પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું

જેમાં ગુજરાતી માધ્યમ ની 18 શાળાઓ અને અંગ્રેજી માધ્યમને 18 શાળાઓ અને 72 જેટલા બાળકો એ ભાગ લીધો હતો ભારતના પ્રાચીન ઇતિહાસ ભારતનું ભૂગોળ ભારતની સામાજિક અને રાજકીય અવનવી ઘટમાળ પર આધારિત પ્રશ્નોત્તરી નું ખૂબ જ સુંદર આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું અલગ અલગ તબક્કામાં યોજાયેલ ક્વિઝ સ્પર્ધા માં વિજેતા થયેલ સ્પર્ધકને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી ગાયત્રીબેન વ્યાસે વિદ્યાર્થીઓ ને ભણતર સાથે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને ખાસ કરીને દેશ વિશે તથા દેશમાં ચાલતી અનેક પ્રવૃત્તિ વિશે માહિતગાર રહી અને પોતાના સામાન્ય જ્ઞાનને સમૃદ્ધ બનાવવા આ પ્રકારની સ્પર્ધાઓ કેટલી અગત્યની હોય તે વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી. પ્રાથમિક વિભાગધો.6 to 8 માં પ્રથમ ક્રમાંકે અંગ્રેજી માધ્યમમાંબરોડા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ ભવ્ય તંબોલી અને રામજાંગીર, દ્વિતીય ક્રમાંકે ન્યુ હોરિ ઝોન ના વિદ્યાર્થીઓ નીર પટેલ અને દક્ષરાજ પુરોહિત વિજેતા થયા હતા માધ્યમિક વિભાગ ધોરણ 9 થી 12 માં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે બરોડા પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ ધ્વનિ શાહ અને સાહિલ ધાય ગુડે, દ્વિતીય ક્રમાંકે એસ.એસ.વી ના વિદ્યાર્થીઓ ઉત્કર્ષ માલ વિયા અને હિતાર્થ પરમાર વિજેતા થયા હતા.

Related posts

વડોદરાના માંજલપુરમાં આવેલ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ તરફથી દિવ્ય અખંડ જ્યોત નગર યાત્રાનું ભવ્ય આયોજન

admin

કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી

admin

ફેસબૂક પર મિત્રતા થયા પછી મહિલાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરનારની ધરપકડ

admin

Leave a Comment