વડોદરાના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મ મામલે પોલીસ તપાસને વધુ સઘન બનાવી રહી છે,આજે પોલીસ ગેગરેપના ગુનેગારોને તાલુકા પોલીસ મથકે લઇ જશે,જિલ્લા ડીવાયએસપી બી એચ ચાવડાની સંપૂર્ણ દેખરેખ હેઠળ આરોપીઓને ઓળખ પરેડ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ પણ લઈ જવામાં આવશે. આ દરમિયાન એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી.ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ગેગરેપના ગુનેગારોને લઇ જવાશે.

