43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

હીરા ભાગોળ ઐતિહાસિક કિલ્લા તેમજ ગઢ ભવાની માતાજીનું મંદિર અને બાજુમાં આવેલા ગોડેશ્વરી તળાવના વિકાસ કાર્ય અંગે સ્થળ નિરીક્ષણ

ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના સૂચનથી હીરા ભાગોળ ઐતિહાસિક કિલ્લા તેમજ ગઢ ભવાની માતાજીનું મંદિર અને બાજુમાં આવેલા ગોડેશ્વરી તળાવના વિકાસ કાર્ય અંગે જિલ્લા કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
દર્ભાવતી નગરી ડભોઈ ના ઐતિહાસિક હીરાભાગોળ કિલ્લા અને પૌરાણિક મંદિરમાં તેમજ બાજુમાં આવેલા તળાવ ના વિકાસ માટે 2.10 કરોડની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે
દર્ભાવતી નગરીમાં આવેલ પૌરાણિક મૂલ્ય ધરાવતો જૂનો ઐતિહાસિક હીરા ભાગોળ કિલ્લો, ગઢ ભવાની માતાનું મંદિર અને તળાવના વિકાસ માટે સરકાર દ્વારા 2 કરોડ 10 લાખ રૂપિયાના ફંડ ફાળવવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા કલેકટર શ્રી બ્રિજલ શાહ અને જિલ્લા પ્રવાસન સમિતિની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ
પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર
મામલતદાર ડી બી ગ્રામીત હાજર રહ્યા હતા. સમિતિની બેઠકમાં આ વિકાસ કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં આધુનિક સવલતો સાથે મંદિરમાં યાત્રાળુઓ માટે સુવિધાઓ તેમજ તળાવની સાફસફાઈ અને સુંદરતા માટે પણ પ્રયાસો હાથ ધરાશે.

Related posts

સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝએસોસિએશન દ્રારા મેઘા મેડિકલ કેમ્પ યોજાયો

admin

ડભોઈમાં વિધવા માતાના પ્રેમીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

admin

ચનવાડા પાસે નર્મદા માઇનર કેનાલમાં ગાબડાં: પાણીનો વેડફાટ, ખેડૂતોમાં રોષ

admin

Leave a Comment