સાવલી ના સમલાયા પાસે સાવલી વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝએસોસિએશન દ્વારા કંપની ના કામદારો અને તેવો ના પરિવારજનો ગ્રામજનો માટે નિઃશુલ્ક મેઘા મેડિકલ અને રક્તદાન કેમ્પ નું આયોજન સ્થાનિક ધારાસભ્ય ની પ્રેરક ઉપસ્થિત માં કરાયું
વડોદરાજિલ્લા સાવલી સમલાયા પાસે જરોદરોડ પર આવેલી મીના સર્કિટ કંપની માં ધારાસભ્ય કેતન ઇનામદાર ની પ્રેરક ઉપસ્થિતિ માં સાવલી ઇસ્ટ, વાઘોડિયા વેસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ ના સૌજન્યથી આ વિસ્તાર ના ગ્રામજનો અને કંપની ના કામદારો સહિત તેવો ના પરિવારજનો અને આજુબાજુના ગ્રામજનો ની નિઃશુલ્ક આરોગ્ય સેવા માટે મેઘા મેડિકલ અને રકતદાન કેમ્પ નું આયોજન કરાયું હતું નિષ્ણાત તબીબો દ્વ્રારા વિવિધ રોગ ની ચકાસણી અને નિંદાન કરાયું હતું અને રક્તદાનશિબિર યોજાઈ હતી આ વિસ્તારમાં પ્રતિવર્ષ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વ્રારા કામદારો અને જાહેર જનતા માટે યોજાતા આરોગ્યલક્ષી સેવા કેમ્પ માટે ધારાસભ્ય કેતન ઇનામદાર એ આભાર વ્યક્ત કર્યો હતો

