33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પાલિકાની ટીમએ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણોનો દૂર કરાયા

હાઈવે ઉપર થતા ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે પોલીસ અને પાલિકા મેદાનમાં આવી છે.પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પાલિકાની ટીમ એ ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ત્રાટકી મુખ્ય માર્ગ ઉપર નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઇવે ઉપર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા હતા ત્યારે ગતરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વિવિધ વિભાગના અધિકારીઓ ને સાથે રાખી જાંબુઆ બ્રિજ ખાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી લાગતા વળગતા સંબંધીત તમામ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી ત્યારબાદ બુધવારે વડોદરા શહેર પોલીસ વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ પોલીસ સ્ટાફ અને પાલિકાની ટીમે ગોલ્ડન ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. દબાણ શાખા અધિકારી ચિરાગ શાહે જણાવ્યું હતું કે વહીવટી વોર્ડ નંબર ત્રણ અને ચાર નો વિસ્તાર ગોલ્ડન ચોકડી વિસ્તાર જ્યાં ટ્રાફિક શાખા, હરણી પોલીસ સ્ટેશન, સમગ્ર સ્ટાફને સાથે રાખીને આજે મુખ્ય રોડ ઉપર જે દબાણ છે. તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બે ટ્રક ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય રોડ ઉપર લારીઓ ઊભી રાખવામાં આવતી હોય છે. જેના કારણે અનેક વખત ટ્રાફિકજામની સમસ્યા થાય છે. એટલે આ બધી લારીઓ કબજે કરવામાં આવી રહી છે. રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે અને પોલીસ દ્વારા આ દબાણકર્તા ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

Related posts

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્રારા પ્રશિક્ષણ શિબિર

admin

ગેરેજમાં મિકેનિકનો મોબાઈલ ફાટતા ગંભીર રીતે દઝાયો

admin

ભગવાન જગન્નાથ ની રથયાત્રાને લઈને વડોદરા મહા નગર પાલિકા દ્વારા ઝાડોની છટની કરવામાં આવી રહી છે.

admin

Leave a Comment