33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બેન્કોક ખાતે કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વડોદરાના અંકિતા પરમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને એશિયા પેસિફિક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ બેઝિંગ પ્લસ 30 કે જે બેન્કોક ખાતે યોજાઇ હતી, તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ માટે ગુજરાતના વડોદરા તાલુકાના પ્રમુખ અંકિતાબેન પરમારની ભારત દેશના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી, આજે જ્યારે બેંગકોક ખાતેની કોન્ફરન્સમાં ભાગ લઈ અને અંકિતાબેન પરમાર વડોદરા એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા, ત્યારે વડોદરા જિલ્લાના અધિકારીઓ વડોદરા જિલ્લાના નેતા તાલુકાના હોદ્દેદારો અને તેમના પરિવારના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું આ સમયે અંકિતાબેન ને જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા અને બાળ વિકાસના વિઝન સાથે અમે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, અને ભારત દેશમાં મોદી સાહેબની પ્રેરણાથી મહિલાને બાળ વિકાસ માટે થતા કામો અને ત્યાં રિપ્રેઝન્ટ કર્યા હતા, અને મને ભારત દેશમાંથી પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે બાબતે હું વડાપ્રધાન સહિત સૌનો આભાર માનું છું, જ્યારે અંકિતાબેન ના પિતાશ્રીએ આ ક્ષણને ગૌરવ પૂર્ણ ક્ષણો કઈ હતી, અને જણાવ્યું હતું કે મારી દીકરી આજે જ્યારે વિદેશમાં જઈને દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે, ત્યારે હું પણ સૌનો આભાર માનું છું, અને મારા પરિવાર મારા સમાજ માટે આ એક ગૌરવની વાત છે…

Related posts

આશરે 10 થી 15 દિવસથી એક મોટો ભુવો પડ્યો છે પરંતુ આજે દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી

admin

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઓમ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે ૨૪માં પાઠ ઉત્સવની ઉજવણી

admin

Leave a Comment