વડોદરાના કોયલી વિસ્તરામાં આવેલ ગુજરાત રિફાઈનરી (IOCL)માં થોડા દિવસ પહેલા બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી,જેમાં બે યુવકોના મોત પણ થયા હતા.ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઈનરીના સત્તાધીશોએ બનાવી છે પણ હજી સુધી આગનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી ત્યારે GPCBએ ગુજરાત રિફાઈનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા 1 કરોડનું વળતર પણ માંગ્યું છે. ઉપરાંત ગુજરાત રિફાઈનરીને 5 લાખની બેન્ક ગેરંટી પણ આપવી પડશે તેમ કહ્યું છે.

