Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરાવવા માટે શરૂઆતથી જ જૂની જિલ્લા કલેકટર કચેરીએ ની પાસે લોકોની લાંબી કતારો થી સિનિયર સિટીઝન લોકો હેરાન પરેશાન….

વડોદરા શહેર રાવપુરા ખાતે આવેલા જૂની કલેકટર કચેરીએ આજે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડનું ઇકેવાયસી કરાવવાની સમયમર્યાદા જારી કરવાના કારણે જનસેવા કેન્દ્ર બહાર શરૂઆતથી જ લોકોની લાઇનો લાગેલી જોવા મળે છે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિ તથા રાશન માટે ઇકેવાયસી ફરજિયાત કરવામાં આવતા લોકો બધા કામ પડતા મુકીને તેની પાછળ લાગ્યા છે. બે દિવસ ની રજા બાદ હવે કચેરીઓ ફરી ધમધમવા લાગી છે. ત્યારે ઇ કેવાયસી કરાવવા માટે અરજદારો વહેલી સવારથી જ લાઇનમાં લાગ્યા છે. અરદજારોએ મીડિયાને જણાવ્યું કે, ધાર્યા કરતા ઓછી ગતિથી ઇ કેવાયસીની કામગીરી ચાલી રહી છે. સરકારી અધિકારીઓએ ફટાફટ કામ કરવું જોઇએ. પરંતુ ત્યારે મને છેલ્લા ૧૦ દિવસ પછી આજે હું આવ્યો છું. સવારથી લાઇનો લાગેલી છે. એક નાના કામ માટે અમારે ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે અરજદારે જણાવ્યું કે કેવાયસી કરવા માટે શાળામાં કામગીરી કરવા માટે અરજ કરી હતી ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા જૂની કલેકટર કચેરી ખાતે અરજદારો વહેલી સવારથી લાંબી કથારોમાં મજબૂર બન્યા

Related posts

વડોદરામાં ગેરકાયદેસર દારૂ સામે પોલીસનો કડક પ્રહાર કરતા જાહેરમાં દારૂનો નાશ કરાયો

admin

ડભોઇ તાલુકાના કરનેટ વસાહત નંબર એક થી પસાર થતી માઇનોર કેનાલ માં મોટું ગાબડું

admin

સાવલી તાલુકાના ઝૂમખાં ગામમાં દુઃખદ ઘટના : ખેતરના કૂવામાં વીજકરંટ લાગતાં 36 વર્ષીય યુવકનું મોત

admin

Leave a Comment