Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ગેરકાયદેસર દારૂ સામે પોલીસનો કડક પ્રહાર કરતા જાહેરમાં દારૂનો નાશ કરાયો

વડોદરા શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા કડક સંદેશ આપતી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન–2 વિસ્તારમાં આવતાં રાવપુરા, ગોત્રી, નવાપુરા, જે.પી. રોડ, અકોટા અને અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો.

કોયલી ચેકપોસ્ટ પાસે ખાસ આયોજન કરીને મોટી માત્રામાં જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો.
આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝોન–2ના DCP, ACP, સંબંધિત PI અધિકારીઓ તેમજ SDM અધિકારીની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.પોલીસ વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત કરવામાં આવશે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાંક સમયથી અલગ–અલગ વિસ્તારોમાં દરોડા પાડી મોટી માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.આ તમામ કેસોની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે જાહેરમાં તેનો નાશ કરવામાં આવ્યો છે.

Related posts

વડોદરા જિલ્લાના ડેસર ઝોન-6 ની રસપ્રદ ચૂંટણીનું પરિણામ જાહેર થયું

admin

ડભોઈના મોતીબાગની વિરાસત ૧૦૦ વર્ષના વ્યાયામ શાળા ખંડેર હાલતમાં જોવા મળી

admin

વડોદરાના સલાટ વાડા કોઠી ચાર રસ્તા ખાતે ડોલ ટુ ડોર ગાડી અને બાઈક જોડે ધડાકા ભેર અકસ્માત સર્જાયો

admin

Leave a Comment