Genius Daily News
વલસાડવલસાડ જિલ્લો

વલસાડ રેલવે ગોદીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દોડતી થઈ

વલસાડ રેલવે સ્ટેશન નજીક આવેલી રેલવે ગોદીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતાં જ ઘટનાસ્થળેથી ઊંચા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આગના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો હતો.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. વધુ માહિતી માટે રાહ જોવામાં આવી રહી છે.

Leave a Comment