Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બેઠક મંદિર ખાતે રક્તદાન મહાદાન, રક્તદાન જીવનદાન, રક્તદાન શિબિર યોજાઈ

વિશાળ જન સંખ્યામાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું.
વડોદરા શહેરના કેવડાબાગ ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ બેઠક મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર, વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ ના ત્રિવેણી સંગમ રૂપે રક્તદાન શિબિર જલારામ બ્લડ બેન્ક, ઇન્દુ બ્લડ બેન્ક ના સૌજન્યથી બેઠક મંદિર ખાતે રક્તદાન શિબિર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી‌ ના અધ્યક્ષ હેઠળ, અતિથિ વિશેષ પદે મંદિરના સંત પરમ પૂજ્ય સંત વયૅ હરિપ્રકાશ સ્વામીજી, પૂજ્ય સંત વયૅ ધર્મજીવનદાસ સ્વામી પૂજ્ય સંત વયૅ સેવા પ્રિય દાસ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરના અધ્યક્ષ સંજયભાઈ મહેતા, મંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, બાબાજીપુરા પ્રખંડ ના અધ્યક્ષ સંદીપભાઈક કવડે, જીગ્નેશભાઈ ખારવા, અને વિશ્વ હિન્દુ પરિષદ અને બેઠક મંદિરના સેવાભાવી કાર્યકરોની ઉપસ્થિતિમાં ઉજ્જેશીના કરકમલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિર નો આરંભ કરાયો. હતો. દીપ પ્રાગટ્ય કરતા ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી એ આશીર્વાદ આપતા જણાવ્યું કે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ સભ્યતા સંસ્કાર પ્રકૃતિ આપણી પાયાની મૂળ ધરોહર છે. જે આજે ભારતની એકતા અને અખંડિતતા વિવિધતામાં એકતા એ આપણે રક્તદાન શિબિરના આયોજનથી જોઈ રહ્યા છે. દરેક મનુષ્ય રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન અને નિર્માણ માટે સહભાગી થવું એ આપણી સૌ પ્રથમ કર્તવ્ય અને ફરજ છે જે આજે બેઠક મંદિર ખાતે શૈક્ષણિક સામાજિક આધ્યાત્મિક ની સાથે માનવી માનવ થાય તોય ઘણું એમ રક્ત દાતા‌ઓ સ્વૈચ્છિક રીતે રક્તનું દાન કરીને ઉત્તમ માનવતાની મહેક બીજાઓને પ્રેરણા આપે તેવી જોવા મળી રહે છે.ખરેખર દરેક રક્ત દાતાઓને શુભ આશીર્વાદ પાઠવું છું. સોખડા ના સાધુ સંત ગણે પણ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ ના તમામ કાર્યકર્તાઓ નેપૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા ખેસ ઓઢાડી બહુ માન કરવામાં આવ્યું હતું.

Related posts

વડોદરા શહેર પોલીસ ઝોન 3 દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટલમાં સરપ્રાઈઝ ચેન્કીંગ હાથ ધરવામાં આવ્યું

admin

વડોદરામાં અરવિંદ કેજરીવાલનું નિવેદન: “આ સરકારમાં જન પ્રતિનિધિઓની પણ સાંભળણી નથી”

admin

દરવર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્વારકા અને સોમનાથની યાત્રાનું આયોજન

admin

Leave a Comment