Genius Daily News
Uncategorized

મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મેળવી આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનારને વડોદરામાં આપવા આવેલ પતી-પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

ડભોઇ રોડ ગણેશનગર ત્રણ રસ્તા ખાતે આવતા એક પુરૂષ તેની પાસે એક વજનદાર થેલો સાથે અને તેની સાથે એક મહીલા બે વજનદાર થેલાઓ લઇને ચાલતા જતા હોય આ મહીલા અને પુરૂષ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ ઉતાવળા પગે ચાલી રસ્તે જઇ રહેલ ઓટોરીક્ષાને ઉભી રખાવી તેમાં બેસી નાશવાની કોશીશ કરતાં જણાતા આ બન્ને પર શક જતાં જેથી બન્નેને તેઓ પાસેના થેલાઓ સાથે રોકી તેઓના નામઠામ પુછતાં ન.(૧) ઇસમે પોતાનુ નામ નારાયણ દલસિંગભાઇ તોમર ઉ.વ.૨૮ રહે.ગામ ચોહજી તા.કઠીવાડા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ રાજ્ય તથા ન.(૨) મહીલા થાવલીબેન W/O નારાયણ દલસિંગભાઇ તોમર રહે.સદરનાઓ હોવાનુ જણાવેલ. આ નારાયણ તોમર પાસેથી એક મોબાઇલ ફોન અને તેની પાસેના થેલામાં વિદેશી દારૂ ભરેલ રીટઝ રીઝર્વ સુપરીયર ગ્રેઇન વ્હીસ્કી બ્રાંડની બોટલ નંગ-૫૦ તેમજ મહીલા પાસેના બે થેલામાંથી વિદેશી દારૂ ભરેલ ગોવા વ્હીસ્કી બ્રાંડની બોટલ નંગ-૭૦ મળી આવેલ. આ બન્ને પતી-પત્ની હોય તેઓએ આ વિદેશી દારૂનો જથ્થો રાખવાનું પાસ પરમીટ નહી હોવાનુ જણાવતા જેથી આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવેલાનુ અને કોણે આપવાનો હતો ? તે બાબતે પુછતાં આ પતી-પત્નીએ વડોદરામાં રહેતો દીપક ઉર્ફે સેહવાગ નામના ઇસમે વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હોય મધ્યપ્રદેશના ચાંદપુરથી મેળવી વડોદરામાં દીપક ઉર્ફે સેહવાગ નામના ઇસમને આપવા માટે આવેલાની હકીકત જણાવતા જેથી આ પતી-પત્ની મધ્યપ્રદેશથી વિદેશી દારૂનો જથ્થો મેળવી વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી વડોદરા ખાતે આપવા માટે આવેલાનું જણાઇ આવતા આ બન્ને પાસેથી મળી આવેલ વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ-૧૨૦ કી.રૂ.૧૨,૦૦૦/- તેમજ ત્રણ થેલા અને એક મો.ફોન મળી કુલ કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આ મળી આવેલ પતી-પત્ની અને આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર દીપક ઉર્ફે સેહવાગ સામે પ્રોહી એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ગુનો રજી.થવા માટે આગળની તપાસ માટે પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના PROના રાજીનામાની માંગ સાથે NSUI મેદાને

admin

Cotes chuchotées Playing.io

admin

ગોરવા સંતોષનગર માંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા ૧ કિલો ૦૭૫ ગ્રામ કિ.રુા.૧૦,૭૫૦/- તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ રુા.૧૫,૮૫૦/- ની મત્તા સાથે ૦૧ ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

Leave a Comment