નિઝામપુરા એસ્સાર પેટ્રોલપંપ પાસેથી ઇસમ નામે કુલદિપસિંગ ઉર્ફે સન્નીસિંગ ભગતસિંગ ઉર્ફે જીતુસિંગ બાવરી (સીકલીગર) રહે. નિઝામપુરા, આંબેડકર ચોક, એસ્સાર પેટ્રોલપંપની પાછળ વડોદરા શહેર તેમજ સયાજીગંજ શંકરનગર ઝુપડપટ્ટી પાસેના રોડ પરથી ઇસમ નામે રાજાસિંગ સતનામસિંગ મોતીસિંગ સરદારજી (સીકલીગર) રહે. શંકરનગર ઝુપડપટ્ટી, રોઝરી સ્કુલ પાસે સયાજીગંજ વડોદરા શહેરનાઓને શોધી કાઢવામાં આવેલ.આ બન્ને ઇસમોની પ્રાથમીક પુછપરછ દરમ્યાન તેમજ આ બન્ને ઇસમોની ખાત્રી તપાસ દરમ્યાન આ બન્ને ઇસમો દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાત્રી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનુ અને આ ઘરફોડ ચોરીના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોવાનુ જણાતા જેથી આ બાબતે દેવગઢ બારીયા પો.સ્ટેશનને જાણ કરી આરોપીઓને આગળની વધુ તપાસ માટે સોંપેલ છે.
આ બન્ને આરોપીઓ સામે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના નોંધાયેલ ગુનાની ટુંક વિગત આ મુજબ છે. દેવગઢ બારીયાના વાવડી શેરી ગામ ખાતે રહેતા ફરીયાદીબેન તેમજ ખોખાબજાર ગામમાં રહેતા સાહેદના મકાનના દરવાજાનો પરનો નકુચો તા.૧૮/૧૦/૨૦૨૪ ના રાત્રીના આઠ વાગ્યાથી તા.૧૯/૧૦/૨૦૨૪ ના સવારના છ વાગ્યાના સમય દરમ્યાન મો.સા.પર આવેલ ત્રણ ચોર ઇસમોએ તોડી બન્ને મકાનમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી કુલ કિ.રૂ.૨,૮૫,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયેલા હોય આ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ એક આરોપીની પુછપરછમાં હાલના પકડાયેલ બન્ને આરોપીઓની સંડોવણી જણાઇ આવતા દેવગઢ બારીયા પોલીસ આ બન્ને આરોપીઓની શોધમાં હતી.અને આ બન્ને આરોપીઓ આ દેવગઢ બારીયા ખાતેની ઘરફોડ ચોરીના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બન્ને આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે.

