37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય (કમલમ)નું ઉદ્ઘાટન

વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ ના હસ્તે ભાજપ કાર્યાલય (કમલમ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે સાંસદ ડૉ હેમાંગ જોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધન ઝડફિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પાટિલે કમલમના ઉદ્દેશ્ય સમજાવતા જણાવ્યું હતું કે, વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારત ની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઈલસ્ટોન બનશે.

આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે.શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મુકતા શ્રી પાટીલે વડોદરાવાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ,મેયરશ્રી પિન્કીબેન સોની, વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા,શહેર ભાજપ અધ્યક્ષ ડૉ વિજય શાહ, ધારાસભ્ય શ્રી યોગેશ પટેલ,શ્રી કેયુર રોકડીયા, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી ચૈતન્ય દેસાઈ, મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દિવાળીના સમય દરમિયાન બાળકો માટે અગ્નિસુરક્ષા જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ તાલુકાના પણસોલી પાસે કારમાં રૂ.૪.૧૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

admin

ઠાસરામાં શ્રીબાલકૃષ્ણ મંદિર ખાતે છપ્પનભોગ મનોરથનુ ભવ્ય આયોજન કરાયું.

admin

Leave a Comment