વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો સાથે ઠંડીના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો આજે મહત્તમ તાપમાન 28.4 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 17.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 56 ટકા રહ્યું હતું. દિવસ દરમિયાન શહેરમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે લોકોને ગરમીનો પણ અહેસાસ થયો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદ પડી શકે છે. આજથી 28 ડિસેમ્બર વચ્ચે અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. ક્રાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 25,26 અને 27 ડિસેમ્બરે માવઠાનું અનુમાન લગાવવામાં આવી છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠાની આગાહી કરી છે. 27 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન વધે તેવી સંભાવના છે. તેમજ મધ્યગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.

