ગોરવાના સમતા વિસ્તારના અમૃત નગરમાં કેટલાય સમયથી ગેરકાયદે નશીલા દ્રવ્યો ગાંજાનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી એસ ઓ જી પોલીસને મળતા એસઓજી ની ટીમે આજે ઉપરોક્ત સ્થળે આકાશ બુધેલાના ઘરે રેડ પાડી હતી આ રેડ દરમિયાન તેના ઘરમાં તલાસી લેતા ઘરમાંથી 1.600 કિલોગ્રામ ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબજે કરીને આરોપી આકાશ બુધેલાની અટકાયત કરી હતી જોકે પોલીસની રેડને કારણે મહિલાના લોકો માં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આકાશ બુધેલા પોલીસની સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સામે દારૂનો ધંધો થાય છે તેને કેમ નથી પકડતા તેમ જણાવી ઘર્ષણ પર ઉતરી આવ્યો હતો તો બીજી તરફ તેના સગા એ તેને લાફો મારી બોલતી બંધ કરવાનો પ્રયાસ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જોકે પોલીસે તેને અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને ગુનાના કામે સદન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

