સેન્ટ્રલ તિબેતન એડમિનિસ્ટ્રેશનના પૂર્વ પ્રધાનમંત્રી અને અમેરિકી રાજનેતા ડો.લોબસાંગ સાંગે ભારતની મુલાકાતે છે. ત્યારે, ગુજરાતના વડોદરાની મુલાકાત લીધી હતી.ડો.લોબસાંગ સાંગે જેઓ કેન્દ્રીય તિબેટીય પ્રશાસનના બે કાર્યકાળ સુધી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે.ત્યારે એક કાર્યક્રમ અંતર્ગત તેઓ ગુજરાત આવ્યા હતા.જેમાં વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આયોજિત લીડરશીપ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન આપ્યું હતું.આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં તેઓ દ્વારા ભારત તિબેટને કઈ દૃષ્ટિએ જુએ છે.ભારત-તિબેટ સંબંધોની પ્રસ્તુત પરિસ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ,વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં બંને દેશોના પરસ્પર સહયોગના મહત્ત્વ વિશે વધુ માહિતી આપી હતી.

