37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંગીત વાદ્યોની સંભાળ અને રિપેર માટે વિશિષ્ટ વર્કશોપ “માસ્ટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેર: રિપેર એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ”

ડિપાર્ટમેંટ ઓફ ઈન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક (સિતાર, વાયોલિન), ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ , મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં અત્યંત મહત્વનો ભાગ ભજવતા વાદ્ય સાંસ્કૃતિક વારસાની સંભાળ અને તેની ગુણવત્તાને જાળવી રાખવા ગાયન-વાદન સભાખંડમાં એક વિશિષ્ટ વર્કશોપનું ડિપ્લોમા, સ્નાતક અને અનુ સ્નાતક ના વિદ્યાર્થીઓ માટે ભેગું આયોજન કરવામાં આવ્યું જ્યારે તા. ૨૭ થી ૨૯ ડિસેમ્બર દરમિયાન સ્નાતક અને અનુ સ્નાતક ના વિદ્યાર્થીઓ દ્વારા કેવી રીતે વાદ્ય રિપેર કરી શકાય તે પ્રમાણે નો ક્રમ અનુસાર વર્કશોપ રાખવામાં આવ્યો છે.
આ વર્કશોપનું નેતૃત્વ કોલકાતાના જાણીતા વાદ્ય બનાવનાર અને સમારકામ નિષ્ણાત શ્રી સમરેશ હલદર દ્વારા કરવામાં આવ્યું, જેમનો 30 વર્ષથી આ ક્ષેત્રમાં વિશેષતા હાંસલ કરી છે. ત્રણ પેઢીઓથી આ કાર્યની પરંપરાને આગળ વધારતા શ્રી હલદરે સિતાર, વાયોલિન, દિલરૂબા, સરોદ, સારંગી, સંતુર જેવા અનેક શાસ્ત્રીય વાદ્યોની બનાવટ, સમારકામ અને જાળવણીમાં પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. તેમની પ્રતિભા અને કાર્યની અસર આજે કલકત્તાના હાવડા જિલ્લામાં સ્થિત તેમના કાર્ય સ્થળ દ્વારા દુનિયામાં પ્રસિદ્ધ છે.

આ વર્કશોપમાં, શ્રી હલદરે ડિપાર્ટમેન્ટના તમામ વિદ્યાર્થીઓને સિતાર અને વાયોલિનની જાળવણી માટે જરૂરી તકનીકો અને સાધનોના ઉપયોગની સમજ આપી. તેમણે વિદ્યાર્થીઓને વાદ્યના તાર, જ્વારી, બ્રિજ વગેરેની ગોઠવણી માટે જરૂરી પ્રવૃત્તિઓનું વ્યાવહારિક જ્ઞાન આપવામાં આવ્યું. આ ઉપરાંત ફેકલ્ટીના વાદ્યોને યોગ્ય રીતે રિપેર કરી તેમનો શ્રવણક્ષમ ધ્વનિ પુનઃ સ્થાપિત કર્યો.

આ પ્રસંગે ડિપાર્ટમેન્ટના તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો હાજર રહ્યા અને વર્કશોપના મહત્ત્વનો લાભ લીધો. આ વર્કશોપમાં કોર્ડિનેટર તરીકે શ્રીમતી ઇતિ ભટ્ટ અને શ્રી ભાનુપ્રતાપ સાહુ તેમજ કન્વીનર તરીકે ડૉ. નિતિન પરમાર ફરજ બજાવી.

આ વર્કશોપ સંગીતની સંભાળ અને સંવર્ધન માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જે વિદ્યાર્થીઓ માટે એક ઉમદા સંગીતિક શિક્ષણ નો અનુભવ રહ્યો.

Related posts

વડોદરા શહેરમાં અવિરત પડી રહેલ વરસાદે વિશ્વામિત્રી નદીને જીવંત કરી મ્યુ. કમિશનરે વિઝિટ કરી

admin

વડોદરાના ગોરવામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન…

admin

શરમ કરો સરકાર… છેલ્લા બાર વર્ષથી નોકરી વગર ભટકી રહ્યા છે.

admin

Leave a Comment