શહેરમાં સવાર થી ધીમીધારે અવિરત શરૂ થયેલ વરસાદ ને લઈ ને વિશ્વામિત્રી માં પાણી ની આવક થવા પામી છે. વિશ્વામિત્રી બે કાંઠે વહેતી થતાં 10 ફૂટના લેવલે વહી રહી છે. ત્યારે કાલાઘોડા બ્રિજ પાસે મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ એ પહોંચી વિશ્વામિત્રી નદી નું નિરીક્ષણ કર્યું હતું. સાથે આજવા સરોવર અને પાવાગઢ તરફ ના વરસાદ નું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે અર્થે અધિકારીઓ ફિલ્ડ પર કાર્યરત છે. જો કે હાલ માં કોઈ ચિંતાનો વિષય નથી. જો કે કોઈ વિકટ સ્થિતી સર્જાય તો પરિસ્થિતિ મુજબ કામગીરી હાથ ધરાશે

