Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા દરજીપુરા ખાતે દારૂના કટિંગની ઉપર દરોડો પાડવા પહોંચેલ એસએમસી ટીમ ઉપર પથ્થરમારો

વડોદરાના દરજીપુરા ખાતે દારૂના કટિંગની માહિતીના આધારે દરોડો પાડવા પહોંચેલ એસએમસી ટીમ ઉપર પથ્થરમારો થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીની ટીમે બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના નિશાન પણ ટ્રેલરની ડ્રાઈવર કેબીનના કાચ પર મળી આવ્યા છે. આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ટ્રેલરની આગળ પાછળની નંબરપ્લેટ ગુજરાત -મહારાષ્ટ્ર પાર્સીંગની અલગ અલગ લગાવી હતી. પોલીસે અંદાજે 20 લાખથી વધુનો દારૂનો જથ્થો , લકઝરીયસ કાર, ટ્રેલર સહીત અંદાજે 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે જયારે અન્ય 7 જેટલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. સ્થળ પર એફએસએલની ટીમે પણ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના કારણે હરણી પોલીસની સામે સવાલો ઉઠ્યા છે. કેસમાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત પાંચ આરોપી વૉન્ટેડ જાહેર કરાયા છે

Related posts

ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતું નેટવર્ક ઝડપાયું, ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

admin

ગુજરાત ના વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપૂ નો રક્ષાબંધન કાર્યક્ર્મ યોજયો

admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવલીમાં નવીનીકૃત સોલારપ્રોજેક્ટનું ઇ-શિલાન્યાસ કર્યું

admin

Leave a Comment