છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશ મુદ્દે એક થવાનું આહવાન કર્યું.
આપણે બધા સાથે મળીને દેશમાં 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું: ચૈતર વસાવા
વિધાનસભામાં 27 આદિવાસી ધારાસભ્યો છે, પરંતુ એક-બે ને છોડીને કોઈપણ આદિવાસી ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતું નથી: ચૈતર વસાવા
જો અમારા નર્મદાના વિસ્થાપિત લોકોને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે નર્મદા નહેર બંધ કરી દઈશું: ચૈતર વસાવા
અમારે ઊંચી ઊંચી મૂર્તિઓ નહીં પરંતુ શિક્ષણ અને રોજગાર જોઈએ છે: ચૈતર વસાવા
સંવિધાને આપણને જે અધિકારો આપ્યા છે તે અધિકારો આજ દિન સુધી લાગુ નથી પડ્યા, તેના કારણે આપણી હાલત ખરાબ થઈ છે: ચૈતર વસાવા
આદિવાસી લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે: ચૈતર વસાવા
બહારથી આવતા સરકારના મળતીયાઓ અને એનજીઓના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા છે: ચૈતર વસાવા

