Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પત્તા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ

હાલમાં ચાલતા ઉત્તરાયણ તહેવારને અનુલક્ષીને વડોદરા શહેર વિસ્તારમા દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવાના ઉદ્દેશ થી બાપોદ પોસ્ટે વિસ્તારમાં અસામાજીક તત્વો દ્વારા દારૂ તેમજ જુગારની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા સારૂ ઉપલા અધિકારી સા.શ્રી તરફથી મળેલ હોય જે સુચના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.હે.કો જયરામભાઈ જીવણભાઇ તથા અ.હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ નાઓની સંયુકત ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખોડીયારનગર પાંજળાપોળ રોડ પીળા વુડાના મકાન બ્લોક નંબર-૦૮ ના દાદરાની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે કુલ-૦૪ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

Related posts

વિશ્વામિત્રીને દૂષિત કરતી સયાજી હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપવાની માંગ કરતાં કોર્પોરેટર

admin

ચાલુ વર્ગ ખંડમાં યુવક યુવતીનો ચુંબન કરતા હોવાનો વીડિયો વાયરલ થતા એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર જાહેરમાં મારામારી

admin

Leave a Comment