33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોસુત્રાપાડા

ગીર સોમનાથ ના પાધેશ્વરી આશ્રમ મટાણા ખાતે શ્રી રામ પારાયણ તથા નેત્ર નિદાન કેમ્પ દંત નિદાન જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો….

આજુબાજુ વિસ્તારમાંથી બોહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો..

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામ ખાતે આવેલ પાઘેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરસનદાસ બાપુ ઉપવાસી ના સાનિધ્ય રામચરિત માનસ નું કથા પારાયણ પરમ પૂજ્ય પ્રિયેશ્વરીદાસજી મહારાજ ભંડુરી વાળા પોતાની ભાવ શૈલી વાણીમાં સંગીતમય કથા નું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સાથે સાથે માનવસેવા અર્થે મુક્તાનંદજી મહારાજ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડા દ્વારા નેત્ર નિદાન કેમ્પ દંત યજ્ઞ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય માટે પાધેશ્વરી આશ્રમના મહંત કરસનદાસ બાપુ તથા રામકથાના વક્તા પૂજ્ય પ્રિયેશ્વરદાસજી મહારાજ તથા ડો.પાલાભાઈ સોલંકી વડનગર ડો.સાવલિયા સાહેબ રોહિતભાઈ પટેલ પ્રાચી તથા જય અંબે હોસ્પિટલ ચાપરડા ના ધર્મેન્દ્રભાઈ બારડ ડો.યોગેશભાઈ વાળા ડો.દેવાંગભાઈ જોશી ડો.મૈથી મેડમ તથા સ્ટાફગણ તથા ગાયત્રી પરિવારના પરિજનો તથા સેવક ગણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ગાયત્રી પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પ ને ઉદબોધન કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમાં ચાર ગામની સીમના મધ્યમાં આવેલ આ દલપતરામ બાપા ની તપસ્થળી તથા કરસનદાસ બાપુ ના તપ અને પુરુષાર્થ થી આ જગ્યામાં જ્ઞાનયજ્ઞની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે આ કેમ્પમાં કુલ ૧૬૦ દર્દીઓએ લાભ લીધો હતો અને વિનામૂલ્ય દવા પણ આપવામાં આવી હતી કથામાં આવતા શ્રોતા ગણો માટે તથા કેમ્પમાં પધારેલા દર્દીઓ માટે ચા પાણી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરસનદાસ બાપુ દ્વારા ગોઠવવામાં આવેલ હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી બોસન નાથાભાઈ સોલંકી થરેલી વજુભાઈ ગોહિલ તથા નર્સિંગ ભાઈ વાઢેર છગીયા રોહિતભાઈ દરબાર અમરાપુર નારણભાઈ વાળા પાદરુકા મુકેશભાઈ વાજા 66 kv ટીંબડી તથા જય અંબે હોસ્પિટલના અમિત ટીંબલીયા જનકભાઈ ખીમચુરીયા કિશનભાઇ કનકપરા અનિલભાઈ સોલંકી જયેશભાઈ સોલંકી વનીતાબેન દીપિકાબેન તથા પાધેશ્વરી આશ્રમના સેવકગણ દ્વારા ખુબ જહેમત ઉઠાવી કેમ્પ તેમજ કથા ને સુંદર રીતે દીપાવેલ હતા.

Related posts

ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે બોક્સ કલવટ કામનું નિરીક્ષણ કર્યું

admin

મહાસુદ બીજ નિમિત્તે શ્રી ઘેડીયા કોળી સમાજ દ્વારા ત્રીજો “મહાબીજ મહોત્સવ” ભવ્ય રીતે ઉજવાયો

admin

સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડ

admin

Leave a Comment