40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્થાયી સમિતિની બેઠક પર 19 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી જેમાં કુલ 19 કામ અને એક વધારાનું મળી 20 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 19 કામોને મંજૂરી આપી એક કામ મુલતવી કરવામાં આવ્યું છે.

આજની આ બેઠકમાં મુખ્યત્વે બકરાવાડી વિસ્તારમાં આવેલ દીપક ઓપન એર થિયેટર ની જગ્યામાં વિકસાવવામાં આવેલ અતિથિગૃહ જાહેર જનતાનો ઉપયોગ માટે 15700 રૂપિયા ભાડામાં આપવા અને બુકિંગ શરૂ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બહુ ચર્ચામાં રહેલ બદામણી બાદ ખાતે તૈયાર થયેલ નવીન આર્ટ ગેલેરી નું બુકિંગ શરૂ કરવા સાથે બિન ધંધાકીય માટે 5000 અને ધંધાકીય માટે 10,000 લાગત નક્કી કરવામાં આવી છે.અને આ આર્ટ ગેલેરીને સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી નામ આપવા સામાન્ય સભાની મંજૂરી ની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે. તો સાથે વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કલેક્શનથી ઉઘરાવવામાં આવતા કચરા ના કામમાં હવેથી નક્કી કરેલ માપ પ્રમાણે કચરો લાવવાનો રહેશે અને તેનું મોનિટરિંગ અલાયદો કંટ્રોલરૂમ બનાવી કરવામાં આવશે જે કામને પણ આજે મંજૂરી આપવામાં આવી હતી. આજની આ બેઠક વિશે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

Related posts

ગર્લફ્રેન્ડ્સને ખુશ કરવા માટે બાઇકની ચોરી કરી અને બાદમાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા

admin

ડભોઈની થરવાસા ચોકડી પાસેથી વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની ઓટોરીક્ષા ઝડપાઈ

admin

ક્રિકેટ સ્ટેડિયમમાં ટિકિટ વેચાણમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ AAP દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર

admin

Leave a Comment