35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે લિટલ હાર્ટ ઇનિશિયેટિવ દ્વારા વુડા હાઉસિંગની મહિલાઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

માય લિટલ હાર્ટ દ્વારા LPS હેલ્થના સહયોગથી માસિક સ્રાવ ની સમસ્યા અંગે મહિલાઓમાં જાગૃતતા લાવવા  અને આ અંગે  સ્વચ્છતા અને શું કાળજી રાખવી  તે અંગે મહિલાઓને જાગૃત કરવા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાસણા રોડ પંચમુખી હનુમાન મંદિરની  સામે વુડાના આવાસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં LPS હેલ્થ અમેરિકા ટીમના 15 હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા 200 થી વધુ મહિલાઓને સેનેટરી નેપકીન નું વિતરણ કરી મહિલાઓ ને જાગૃત કરી માહિતગાર કરવામાં આવ્યા હતા.

મેડિકલ હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલ આ સમર્પિત વ્યક્તિઓએ મહિલાઓને માસિક સ્રાવની સ્વચ્છતાના મહત્વ અને સમગ્ર સ્વાસ્થ્ય પર તેની અસર વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા. તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સેનિટરી નેપકિનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું,

આ પહેલ વિશે બોલતા, માય લિટલ હાર્ટના સહ-સ્થાપક, ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટ મહિલાઓને સશક્તિકરણ અને માસિક સ્રાવની આસપાસની વાતચીતને સામાન્ય બનાવવાની દિશામાં એક નાનું પગલું છે.  કોઈ પણ સ્ત્રીએ આટલી કુદરતી વસ્તુ વિશે શરમ અનુભવવી જોઈએ નહીં.  અમે અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સમર્થન અને શિક્ષણ આપવા માટે અહીં છીએ.”

આ ઈવેન્ટે હાઈલાઈટ કર્યું હતું કે માસિક સ્રાવની આસપાસના નિષેધને તોડવો એ એક સામૂહિક જવાબદારી છે અને આંતરરાષ્ટ્રીય સહયોગ જાગૃતિ અને સંભાળને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

Related posts

ફાઇનાન્સ ની ઓફિસ નાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ

admin

મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના પ્રદર્શન મેદાન ખાતે સ્વદેશી હાટનું ભવ્ય ઉદ્ઘાટન

admin

શસ્ત્ર પૂજન સાથે આરએસએસની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી!

admin

Leave a Comment