રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોડી ગામે ચોહજી(એમ.પી) વાળા કાચા રોડ ઉપરથી રેતીની આડમાં ટાટા એસ ટ્રકમાંથી કિં.રૂ.૧૧,૭૦,૭૮૦ /- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે વિ.એન.તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,એક ટાટા ટ્રક નંબર.GJ-06-XX-7872માં ભારતીય બનાવટનો વિદેશી દારુ બીયરની પેટીઓ મુકી ઉપર રેતી ભરી કવરીંગ કરી ચોહજી ગામની સીમમાં થી ધમોડી ગામ તરફ નિકળતા કાચા રસ્તે થઇ હાઇવે તરફ નિકળી સુરખેડા ગામ થઇ આગળ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે ધમોડી ગામે ચોહજી(એમ.પી) તરફથી હાઇવે તરફ આવવાના રસ્તા પાસે હાઇવે રોડની આજુબાજુ થોડા-થોડા અંતરે વોચ તપાસમાં ગોઠવાય ગયેલ ત્યાર બાદ થોડો સમય વોચમાં રહ્યા બાદ ચોહજીગામ (એમ.પી) તરફથી કાચા રસ્તે એક ટાટા ટ્રક હાઇવે રોડ ઉપર ચઢતા ટ્રકના ચાલકને ટ્રક ઉભી રાખવનો ઈશારો કરી ટ્રક ઉભી રખાવી ટ્રકને કોર્ડન કરી તેના ચાલક તથા ક્લીનરને પકડી લઇ પંચો રૂબરૂ ટ્રકમાં ટ્રોલીમાં રેતી ભરેલ હોય જે હટાવી જોતા નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂના ખાખી કલરના તેમજ મરૂન કલરના પુઠાની પેટીઓ ભરેલ મળી આવે જેથી સદર પકડાયેલ બન્ને ઇસમોને દારૂ ભરેલ ટ્રક સહીત રંગપુર પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં લાવી સદરી ટાટા ટ્રક નંબર.GJ-06-XX-7872 માં ભરેલ રેતી હટાવી તેની નીચે ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની પુઠાની પેટીઓ નીચે ઉતારી ગણી જોતા કુલ પેટી નંગ૨૨૪- કુલ બોટલ નંગ-૮,૭૫૬ ની કુલ કિં.રૂ.૧૧,૭૦,૭૮૦-/ નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક નંબર.GJ-06-XX-7872 ગાડી પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

