ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુથી જિલ્લા ના મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ગુનાટા ખાતે રાણી કાજલ કન્યા છાત્રાલય ની બાળાઓ તથા વિધવા બહેનો , મોટી ઉંમરના બુઝુર્ગ લોકો સહિત ને હાલ કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરા ના સહયોગથી ગરમ ધાબળા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ફાઉન્ડેશન ના પ્રમુખ કનુભાઇ લીંબાચીયા તથા અરવિંદભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, ગુનાટા ગામ નાં અને હાલ વડોદરા ખાતે રહેતા નિવૃત કર્મચારી શંકરભાઈ રાઠવા અને તેમના પત્ની રમીલાબેન રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશન નાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, રાણી કાજલ કન્યા છાત્રાલય ના સંચાલક બેનાબેન રાઠવા, ગામ નાં પૂર્વ સરપંચ નારસિંગભાઈ રાઠવા, પ્રાથમિક શાળા ગુનાટા ના આચાર્ય જિતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહીં ધાબળા વિતરણ કાર્યક્રમ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બીએમ ચૌહાણ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત રહેલ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના જિલ્લા ટીબી-એચઆઈવી કો- ઓર્ડિનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર સહિત આરોગ્ય શિક્ષણ લક્ષી માહિતી પણ આપી હતી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમ નુ સંચાલન આચાર્ય જિતુભાઈ પટેલ સુંદર રીતે કર્યું હતું.
મોહસીન સુરતી છોટાઉદેપુર

