36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગ “ન્યાય મંદિર બોડેલી” નો લોકાર્પણ સમારોહ યોજાયો..

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નર્મદા કેનાલની બાજુમાં લગભગ 4047 ચોરસ મીટર જગ્યા પર અંદાજિત રૂપિયા 6 કરોડ 54 લાખનાં ખર્ચથી તૈયાર થયેલ બે માળનાં નવીન કોર્ટ બિલ્ડિંગ “ન્યાય મંદિર બોડેલી”નું આજે નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને છોટાઉદેપુર જિલ્લાનાં વહીવટી ન્યાયમૂર્તિ શ્રી વિમલ કે વ્યાસ સાહેબશ્રી નાં કરકમલો દ્વારા રીબીન કાપી, દીપ પ્રાગટ્ય સાથે ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે નામદાર છોટાઉદેપુરના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એમ. જે પરાશર સાહેબશ્રી તથા બોડેલીના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી ડી.બી રાજન સાહેબશ્રી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બોડેલી શ્રી એસ પી શંકર સાહેબશ્રી, બોડેલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી એ પી વર્મા સાહેબશ્રી તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વહીવટી ચેરમેન નલીનભાઈ ડી પટેલ, બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ લલિતચંદ્ર રોહિત સાથે વકીલમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુનીયાવાંટ મોડેલ સ્કૂલના રસોડામાં મુલાકાત લીધી હતી.

admin

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ

admin

વડોદરા અને છોટા ઉદેપુર વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવા માટે સાંસદ જશુભાઈ રાઠવા એ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી રજુઆત કરી.

admin

Leave a Comment