30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુનીયાવાંટ મોડેલ સ્કૂલના રસોડામાં મુલાકાત લીધી હતી.

છોટાઉદેપુર તાલુકાના પુનીયાવાંટ મોડેલ સ્કૂલમાં કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ મોડલ સ્કૂલના રસોડાની મુલાકાત લીધી હતી.રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મલ્યા હતા. લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા. આ શાળાના બાળકોની તબિયત લથડતા ૧૦૦ થી વધુ બાળકો સારવાર હેઠળ છે. સુખરામ રાઠવા એ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આદિવાસીઓ માટે કરોડોના ખર્ચે સારું ભોજન મળી રહે તે માટે ગ્રાન્ટો ફાળવી અને વાપરે છે. પરંતુ પુનિયાવાંટ મોડલ સ્કૂલની અંદર રસોડામાં સડેલી શાકભાજી, માર્કા વિનાના મસાલાના પેકેટ મલ્યા હતા. લોટમાં જીવડા પડેલા જોવા મળ્યા હતા.આ પરિસ્થિતિ સર્જતા કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પણ ચોકી ઉઠ્યા હતા. સરકાર શા માટે આવું કરે છે તેવા અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. જ્યારે સુખરામ રાઠવા એ મુલાકાત લઈને જિલ્લા કલેક્ટર અને પ્રયોજના વહીવટદાર અને સરકાર આ બાબતમાં ધ્યાને લઈ ભોજન બનાવનાર કોન્ટ્રાક્ટર અને સંચાલકો સામે કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કલુડી મહુડી ખાતે રૂ.૮.૫૧ કરોડના ખર્ચે સાકાર થનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત

admin

કોલંબાની પ્રગતિશીલ ખેડૂતપુત્રીની અનોખી સફર

admin

Leave a Comment