છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલંબા ગામની માટીમાં સરકાર લક્ષી યોજના થકી ઉગતી સફળતા એટલે સોલકી પીનલ. સિલાઇ કામની સાથે બેંકના બીસી(બિઝનેસ કોરસપોન્ડન્ટ) તરીકેની કામગીરીની તેની અનોખી સફર અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. નસવાડી તાલકાના છેવાડાના ગામોમાં પણ સ્વાવલંબનની આશાઓ પાાંગરવા લાગી છે. આ એવી જ એક ગાથા છે ‘મિશન મગલમ” હેઠળ કાયર્રત સખી મડળોની, જે મહિલાઓના જીવનમાં મોટા ફેરફાર લાવી રહી છે. કોલંબા ગામની સોલંકી પીનલ દીલીપસિંહની આ વાત છે. સામાન્ય ગ્રામીણ માહોલમાંથી આવનાર પીનલ જ્યારે સત્ય સખી મડળ સાથે જોડાયા ત્યારે તેમને પણ ખબર નહોતી કે આ મંડળ એમના જીવનમાં અનોખી ઉર્જાનો સ્રોત બની જશે. પિતા ખેડૂત અને પીનલ પોતે સિલાઇ કામ કરતી હતી. સખી મંડળની મદદથી તે પોતે પગભર બની ગઇ. અને તાલીમ લઇ સેન્ટ્રલ બેંકના બીસી તરીકે કામગીરી કરી રહી છે. પીનલ પોતે ઘરે રહી ગ્રામ્ય વિસ્તારના બેંક ખાતા ગ્રાહકોને રોકડ રકમની લેવડ દેવડ ઘરે બેઠાં કરી આપે છે. આ રીતે મહિને પાંચ થી છ હજાર રૂપિયા બેંકનું કમિશન મેળવી પોતે પગભર બની છે. પીનલના પિતા દિલીપસિંહ સોંલકી કહે છે કે, મારી દીકરી ખેતી કામમાં દવા ખાતર બિયારણ લાવવા રોકડ રકમની મદદ કરે છે. એની મહેનત થકી આગળ આવી છે. સરકારલક્ષી યોજનાની જે લોન મળે છે તે વિશે અન્ય સખી મંડળોને સમજ આપે છે. સરકારલક્ષી યોજના થકી એક દીકરી પ્રગતિશીલ બની હોઇ અન્ય દીકરીઓ મહિલાઓ પણ આ રીતે આગણ વધે કહી સરકાર નો આભાર માન્યો છે.

