નસવાડી ખાતે મેમણ જમાત હોલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનના પ્રમુખ આવ્યા હતા જેમાં બોડેલી છોટાઉદેપુર અને નર્મદા તેમજ ડભોઇના મેમણ જમાતના પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા અને જેમાં યુવાનો ગુટખાના રવાડે ચઢી ગયા છે 50 થી 100 રૂપિયાના ગુટખા રોજ ખાઈ છે જેનાથી કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે સમાજમાં ખતરા સમાન છે જેને લઇને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ મેમણ ઇકબાલભાઈ ઓફિસરએ જાહેર મંચ ઉપર થી સમાજના યુવાનો અને વડીલો પાસે સમાજને સુધારવા તરફ ગુટખા મુક્ત મેમણ સમાજ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો જેમાં ગ્રામજનો પાસે ખાતરી માંગી હતી જો સમાજના દરેક યુવાનો ગુટખાનું વ્યશન છોડી દેશે તો પ્રમાણપત્ર આપવામાં આવશે તેવી જણાવ્યું હતું
જયારે યુવાનોએ પણ વડીલોને આ સંકલ્પમાં સહકાર આપવાની ખાતરી આપી હતી આં કાર્યકમ પેહલા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં વન વિભાગના અધિકારીઓ જોડાયા હતા સમગ્ર ગામના મેમણ સમાજના લોકો અને મેમણ જમાતના પ્રમુખ યુસુફભાઈ કેરાવાલા તેમજ સલીમભાઈ લકી વાલા, સર્વેજ મેમણ, હારૂનભાઈ મુસાભાઈ તેમજ મેમણ જમાતના સભ્યો હાજર રહ્યા હતા
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

