27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સુવા માટે તૂટેલા પલગ અને ફાટેલા ગાદલા

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સુવા માટે ના પલંગ તૂટેલી હાલત માં જયારે ગાદલા ફાટી અને તૂટી ગયેલા છે. સરકારે ત્રણ વર્ષ થી આ ગાદલા નવા આપ્યા નથી.

આદિવાસી વિસ્તાર માં બાળકો ને રહેવા જમવાની સુવિધા વાળી આદર્શ નિવાસી શાળાઓ સરકાર દ્વારા ખોલવામાં આવેલી છે. જેમાં તમામ સુવિધાઓ બાળકોને આદિજાતિ વિભાગ દ્વારા પુરી પાડવાની હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી આદર્શ નિવાસી શાળાઓમાં આદિવાસી બાળકો માટે સરકાર ટ્રાઇબલ વિભાગ માં કરોડો રૂપિયાની ગ્રાંટો શિક્ષણ પાછળ અને હોસ્ટેલ માટે ફાળવે છે. જેમાંથી બાળકો ને સારી સુવિધા જિલ્લા મથક ઉપર બેસતા અધિકારીઓએ આયોજન કરવાનું હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી શાળા માં 240 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ તેઓ ને સુવા માટે ના પલંગો તૂટેલી હાલત માં છે. જયારે ગાદલા ત્રણ વર્ષ જુના છે. અને ફાટી ગયેલા છે. જયારે ફિલ્ટર વાળા પાણી ના કુલરો બગડેલી હાલત માં છે. જયારે પલંગો તૂટેલા હોવાથી બાળકોને કમમર માં વાગે છે. હાલ ઠંડી ની સીઝન છે. બાળકો ને ગરમ પાણી ની સુવિધા નથી ઓઢવા માટે રજાઈ આપવામાં આવેલ નથી. આ તમામ સુવિધાઓ હોસ્ટેલ માં પુરી પાડવાની હોય છે.પરંતુ અધિકારીઓ આ સુવિધા આપવામાં પાછીપાની કરે છે. જ્યારે આ બાબતે સરકાર અને તંત્ર ધ્યાનમાં લે તે જરૂરી છે.

Related posts

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બેંક ઓફ બરોડાના દ્વારા છોટાઉદેપુર આરસેટી ખાતે કાર્યક્રમ યોજાયો

admin

એસ એફ હાઈસ્કુલ ખાતે શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો

admin

સલામ છે આ આદિવાસી મહિલાઓને કે જેઓ નાની બચત થકી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.

admin

Leave a Comment