40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી ચુડા કોર્ટના પ્રટાંગણમાં ચૂડાનાં પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

આજનો દિવસ દેશ માટે ગર્વની ક્ષણ છે. દેશ આજે તેનો ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.

આ અવસરે ચુડા કોર્ટ સંકુલમાં એક ભવ્ય સમારોહ યોજાયો છે. ચુડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ જજ અમિતકુમાર ડાભીએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે પરેડમાં ભારતની સંસ્કૃતિ અને તેની સેનાની તાકાત અને બહાદુરીને વાગોળવામાં આવી હતી.
આ અવસરે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદ્યતન લશ્કરી ક્ષમતાઓ બિરદાવી હતી અને દેશની શક્તિ અને અખંડિતતાને વધારનાર શહીદોને યાદ કરીને સૌ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાયા હતા.
પ્રજાસત્તાક દિવસ પરેડ પહેલાં પ્રિન્સિપલ સિવિલ જજ અમિતકુમાર ડાભીએ વીર શહીદોને યાદ કરી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અવસરે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ કે જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી,ગૌરવ અને એકતા.આધારિત બનો.”

વધુમાં કહ્યું કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

આ તકે ચુડા બાર એસોસિયેશન એડવોકેટો તથા ચુડા કોર્ટ સ્ટાફ અને રાષ્ટ્ર પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડાનાં ખાંડીયા ગામની આંગણવાડી બાળકોનાં આરોગ્ય માટે જોખમી.

admin

મારામારીનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપી જેમલ ઉર્ફે ભોપા અમરાભાઇ મીરને પાંચ જિલ્લામાં હદ પાર કરવામાં આવ્યો

admin

ચુડા તાલુકાનાં જેપર ગામે કુવામાંથી અજગરનું રેસ્ક્યુ કરાયું.

admin

Leave a Comment