વડોદરા શહેરમાં વસતા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ લોકો ને નોકરી ધંધો ન હોવાથી તેઓને ઘણી હાલાકી પડતી હોય છે ત્યારે વડોદરા શહેરના અનેક સેવાભાવી સંસ્થા અને સેવાભાવી લોકો દ્વારા આવા દિવ્યાંગ લોકોને સહાય કરતા હોય છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે આજે 140 થી વધુ દિવ્યાંગ લોકોને ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો જેમાં ચા, ગોળ ખાંડ મરચું તેલ ચોખા ઘઉં ની કીટ આપવામાં આવી હતી સાથે દિવ્યાંગ લોકોને આજે ભોજન કરાવ્યું હતું વડોદરા શહેરના કિરણ પટેલ દ્વારા આવા દિવ્યાંગ લોકોને મદદરૂપ થાય તેવી અપીલ કરવામાં આવી હતી

