43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા સેવા સદન ખાતેથી“ગેર માટે દોડ” નું આયોજન કરાયું.

     આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગેરમેળાના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃંખલાનો મુકવાનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલા વહીવટીતંત્ર દ્વારા લોકો ગેરમેળાને અને  આદિવાસી સંસ્કૃતિને જાણે અને સમજે અને દેશ વિદેશમાં છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન થાય અને મોટી સંખ્યામાં લોકો ગેરના લોકમેળામાં જોડાઈ અને મેળાનો લાભ લે તે માટે આજે  જિલ્લા સેવા સદન છોટાઉદેપુર થી બે કીલોમીટર “ગેર માટે દોડ”નું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ દોડ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતેથી એસ.બી.આઈ.ચાર રસ્તા એસ.ટી.ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈ જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી. જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ,  જિલ્લાના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી ગ્રામ પંચાયતનો “ભૂંડો મુક્ત” ઠરાવ કાગળ પૂરતો? ગામમાં ફરી રહ્યા છે ભૂંડા, ગ્રામજનોમાં રોષ

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની તલાવ પ્રાથમિક શાળા શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવાતા આદિવાસી સમાજમાં રોષ

admin

છોટા ઉદેપુર ફાયર વિભાગ દ્રારા કૂવામાં પડેલ વ્યક્તિનું સફળ રેસ્ક્યુ

admin

Leave a Comment