વડોદરા નવનાથ કાવળયાત્રા સમિતિના અધ્યક્ષ નીરજ જૈન જણાવ્યું કે હાલ અત્યારે પ્રયાગરાજ માં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અમે જ્યારે પ્રયાગરાજ થી કાશી ગયા હતા ત્યારે કાશીના મંદિરમાં અખંડ મહામૃત્યુંજય જાપ ની આહુતિ અપાતી હતી તે જોઈને તેવું શિવ જ્યોતની વિચાર આવ્યો અને મહાશિવરાત્રી પર્વના દિવસે અખંડ શિવ જ્યોત નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના શિવભક્તોને આ આહુતિ આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અખંડ યજ્ઞ માં જે કોઈ ભક્તોને ભાગ લેવો હોય તો તે આવી શકે છે અને મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી શકે છે અહીંયા આહુતિ આપવા માટે સામગ્રી પણ આપવામાં આવશે 24 કલાક યજ્ઞ માં ભક્તો ભાગ લઈ શકશે યજ્ઞ કુંડ માટે ખાસ પ્રકારનું એક શેડ બનાવવામાં આવ્યો છે આગામી દિવસોમાં નવનાથ મહાદેવમાં પણ આ પ્રકારનું આયોજન કરવાનું વિચાર કરી રહ્યા છે આ યજ્ઞ શિવરાત્રીના દિવસે સવારે 10:00 વાગે શરૂ થશે
previous post

