Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો.

મીની ટ્રાવેલ્સ ડમ્પર પાછળ ઝડપભેર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.
ચુડા તાલુકાના મોરવાડ ગામનાં ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ થી અમદાવાદ મીની ટ્રાવેલ્સ બસ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પશ્ચિમ બંગાળનો પરિવાર અમદાવાદ થી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો.

અકસ્માતમાં મોતને ભેટેલા તમામને લીબંડી કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. પરિવારજનોના આવ્યા બાદ પોલીસ આગળના કાર્યવાહી હાથ ધરશે.

અકસ્માતમાં 6 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં.
10 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં
108 ની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં.
અકસ્માતનાં પગલે ચુડા પોલીસ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ચુડા તાલુકાનાં કરમડ ગુરુકુળ ખાતે યોજાઈ.

admin

સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાના મોજીદડ ગામે ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો.

admin

ચુડા તાલુકાના વનાળા ગામે કોળી યુવાનની હત્યાની ઘટના બની…

admin

Leave a Comment