મુળી સ્વામિનારાયણ મંદિરનાં હરિપ્રકાશ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં તથા આજુબાજુનાં પ્રદેશનાં સંતો અને હરીભક્તોની ઉપસ્થિતિમાં મોજીદડ ગામે શાકોત્સવનું આયોજન કરાયું હતું.
જેમાં 1000 થી વધારે હરિભક્તોએ રીંગણાનાં શાકનો મહાપ્રસાદનો દિવ્ય લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ત્યારે ઉપસ્થિત સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મહિમા વર્ણવ્યો હતો. તથા સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવા સંતોએ બોધ આપ્યો હતો, ત્યારબાદ આરતી કરીને ઉપસ્થિત હરિભક્તોએ શાકોત્સવનો ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ તકે મુળી સ્વામિનારાયણ મંદિરનાં શાસ્ત્રીશ્રી હરિપ્રકાશ સ્વામીએ હરીભક્તોને આધ્યાત્મિક જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરીભક્તોએ સંતોના દર્શન, પ્રસાદ અને આશીર્વચનનો લાભ લીધો હતો.
સમગ્ર શાકોત્સવને સફળ બનાવવામાં હરીનારાયણ સ્વામીનાં માર્ગદર્શન મુજબ ગણપતભાઈ પટેલ, ટી.જી.પટેલ, દેવુભા જાદવ,પ્રભાતસિંહ સોલંકી તથા સમસ્ત મોજીદડ ગામે તન,મન ધનથી સહકાર આપી આ શાકોત્સવને દિપાવ્યો હતો.
રિપોર્ટર ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર

