કપુરાઈ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે. ઠગબાજોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી યુવક આશિક મુલ્લાનું અપહરણ કરી રૂપિયા 10 લાખ ની માંગણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપીઓ યુવક નું અપહરણ કરી અમદાવાદ લાવ્યા અને ખોટા કેસ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ પહેલા રૂપિયા 1.45 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કરાવી દીધા હતા આ કેસ માં પોલીસે CCTVના આધારે જય મેતીયા, ચિરાગ ચાવડા, મોહમ્મદ મેમણ નામના આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે પકડાયેલ તમામ આરોપીઓ નાની ઉમરના છે.

