વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પોતાના મતવિસ્તાર નિઝામપુરામાં આવેલ સ્મશાન ની દયનિય હાલતને લઈને સભામાં રજૂઆત કરી હતી સાથે ગટરની સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
સ્મશાનની અંદર લાકડાની સુવિધા નો અભાવ છે સાથે સંડાશ બાથરૂમની પણ વ્યવસ્થા નથી અને સ્વચ્છતા નો પણ અભાવ છે સાથે વિસ્તારમાં ગટરની પણ સમસ્યા ઉદભવી રહી છે તેને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા સભામાં રજૂઆત કરી હતી

