ડેસર પાસે ઇટવાડ ગામ પાસેની મહીસાગર નદીમાં વડોદરાનો યુવક તણાયો હતો.
વડોદરા જિલ્લાના ડેસર પાસેના ઇટવાડ ગામની ઘટના સામે આવી છે.ગઈકાલે મિત્રમંડળ સાથે ઇટવાડ ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ન્હાવા પડેલ મિત્રો પૈકી વડોદરાના માંજલપુરનો યુવક મનીષ સોલંકી નદીમાં તણાયો હતો.ગઈકાલે અને આજે સ્થાનિક તરવૈયાઓ અને NDRF ની ટીમ દ્વારા શોધખોળ કરાઈ રહી હતી.તેવામાં આજે મનીષ લક્ષ્મણ સોલંકીનો મૃતદેહ શોધાયો હતો.બનાવ અંગે ડેસર પોલીસ અને મૃતક ના પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.મૃતદેહને ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડાયો હતો.

