Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની

વડોદરા શહેરમાં સતત બીજા દિવસે વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ઇકો ગાડીમાંથી અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે ચાલક સત્વરે બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.

વડોદરા શહેરમાં ગરમીનો માહોલ નથી શિયાળાએ માઝા મૂકી છે, તેવામાં વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે. ગતરોજ સયાજીગંજ વિસ્તારમાં બે કાર ભડકે બળી હતી. જેના બીજા દિવસે જ મકરપુરા વિસ્તારમાં પણ એક કારમા ભીષણ આગ લાગી હતી. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી વસંતવિહાર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં આગ લાગી હતી. ઈકો ગાડીમાં ધુમાડા નીકળતા અચાનક કાર ચાલક બહાર નીકળી આવ્યો હતો અને જોત જોતામાં એન્જિનના ભાગે આગ ભભૂકી ઉઠી હતી. જે સમગ્ર ગાડીમાં પ્રસરી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે ચાલક બહાર આવી જતા તેનો આબાદ બચાવ થયો હતો. એન્જીનના ભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.

Related posts

વડોદરા S.S.G. હોસ્પિટલમાં મહિલાઓ પુરુષોના શૌચાલયમાં જવા મજબૂર

admin

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે 10 ફૂટ ઊંડા ભુવાનું નિર્માણ

admin

દર વર્ષે ની જેમ આ વર્ષે પણ 7 જુલાઇ ના રોજ રથયાત્રા ગોત્રી ઇસ્કોન મંદિર માં રથયાત્રા કલર કામ તૈયારી જોરો અને સોરો થી ચાલી રહી છે

admin

Leave a Comment