41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ચોકડી શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ.

બીઆરસી વિજયભાઈ દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ગામની શાળામાં ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સમુહ પ્રાર્થના કરવામા આવી હતી.

ત્યારબાદ શાળાનાં બાળકો દ્વારા રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં.જેને નિહાળવા સમાજ શ્રેષ્ઠીઓ તેમજ ઉપસ્થિત મહેમાનો અને આજુબાજુના ગ્રામજનો તેમજ વાલીઓએ હાજરી આપી હતી. શાળાનાં બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ જેવી કે ગણેશ સ્તુતિ,સ્વાગત ગીત,નાટક,દેશભક્તિ ગીત, પિરામિડ, હુડો જેવી અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.

ચોકડી ગામની શાળાની દીકરીઓ દ્વારા ખૂબ સરસ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં.
વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ દીકરીઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનિત કરાયાં હતા.બાદમાં ઉપસ્થિત અગ્રણીઓએ દીકરીઓએ રજૂ કરેલ કૃતિઓથી ખૂબ જ પ્રભાવિત થઈને દીકરીઓ ભણી ગણીને તેમના જીવનમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા આપી હતી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા.

Related posts

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી,નાળાઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું

admin

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

સોમવારે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પ્રસંગે ચુડાના કંથારીયા માધવેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક કરવામાં આવ્યો.

admin

Leave a Comment