Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડિપાર્ટમેન્ટ ઓફ તબલા દ્વારા દ્વીદિવસીય સભા વાદનનું આયોજન

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા ની ફેકલ્ટી ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ ના ડીપાર્ટમેન્ટ ઓફ તબલા ખાતે દ્વીદિવસીય સભા વાદનનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત ફેકલ્ટીના ડીન અને વિભાગ ના અધ્યક્ષ પ્રો. ગૌરાંગ ભાવસાર એ જણાવ્યું હતું કે તબલા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ના સ્કીલ ડેવલપમેન્ટ માટે અવારનવાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ સભા વાદન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી પોતાના શિક્ષણકાળ દરમિયાન જે કંઈ સીખે છે તેનું પ્રસ્તુતિકરણ કરે છે. આ સભા વાદન માં વિભાગના UG અને PG ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર તબલા વાદન અને જુગલબંધી ની પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. સભા વાદનના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે શ્રી પેન્સે સર રહ્યા હતા તથા અતિથિ વિશેષ તરીકે શ્રી દીપેશભાઈ વોરા અને શ્રી નિખિલભાઈ મૂળે રહ્યા હતા. આ સાથે વિભાગ ના વિદ્યાર્થીઓ સનાતોન સિંગ, કર્મજ્ઞા ત્રિવેદી, રાહુલ રૂપપરા, અંતુ દેબનાથ અને જૈમિન સોલંકી દ્વારા તબલા વાદન ની મંત્રમુગ્ધ કરી દે તેવી પ્રસ્તુતિઓ આપી હતી. જેઓની સાથે સ્વપ્નિલ પટેલ, માનસ વોરા તથા મેઘાંત ચૌહાણ એ હાર્મોનિયમ વાદ્ય દ્વારા સંગત અપાઈ હતી. આ કાર્યક્રમ ની આભારવિધિ ડો. કેદાર મુકાદમ સર દ્વારા કરવામાં આવી હતી.

Related posts

કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર થી નિમેટા સુધી નવી નળીકા બદલવાની કામગીરી પૂર્ણ

admin

સંયુક્ત કામદાર અને ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વિશાળ રેલી અને ધરણા; ‘બંધ’ ના એલાનને પ્રચંડ પ્રતિસાદ

admin

Leave a Comment